<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

હિંમતનગરમાં એસપી કચેરી નજીક થયેલી 41.82 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપીઓની ધરપકડ

આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો:એસઓજીએ આઠ અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી:આશરે 300 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા

સાબરકાંઠાના હિંમતનગરમાં એસપી કચેરી નજીક થયેલી 41.82 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં એસઓજીને સફળતા મળી છે. પોલીસે શાહબાદ બલોચ અને ફિરોજ શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરીનો ભેદ ઉકેલવા એસઓજીએ આઠ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આશરે 300 CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પોલીસ માટે પડકારરૂપ બનેલી આ ચોરીનો માત્ર 48 કલાકમાં ભેદ ઉકેલાતા રાહત મળી છે. હાલ બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(8:01 PM IST)