News of Friday, 22nd May 2026
નાંદોદ તાલુકાના વરાછા ગ્રામ પંચાયતમાં મનરેગા કૌભાંડમાં બોગસ હાજરી પત્રકો બનાવી લાખોની ઉચાપતની ફરિયાદ
નર્મદા જિલ્લા માં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારની બુમો વચ્ચે વરાછા ગ્રામ પંચાયતના ઉપ સરપંચે પુરાવા સહીત ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે અનેક ફરિયાદો થઇ છે , ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જે રીતે ભરૂચ અને દાહોદમાં મનરેગાનો ભ્રષ્ટાચાર બહાર લાવ્યા તે રીતે નર્મદા જિલ્લાના મનરેગા ભષ્ટાચારની રજૂઆતો કરી હતી પરંતુ એમાં ભાજપ નેતાઓની સંડોવણીને કારણે તંત્રએ મનરેગા ભ્રષ્ટાચારનો મામલો દબાવી દીધો હોવાનું કહેવાય છે .
તાજેતરમાં નાંદોદ તાલુકાના વરાછા ગામના ઉપસરપંચ મનીષ પટેલ તેમના ગામમાં મનરેગા યોજનામાં ખોટા હાજરી પત્રકો બનાવી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ ડીડીઓ અને કલેકટર ને કરી હોવા છતાં તે અંગે તપાસની કોઈ કાર્યવાહી કરી નથી .ઉપસરપંચ મનીષ પટેલે. રજુ કરેલ ખોટા હાજરીપત્રકોની ચોંકાવનારી વાત એ છે કે જે શ્રમિકોના નામ છે તે વરાછા ગામનો એક પણ શ્રમિક નથી કે આજુબાજુના ગામનો નથી પરંતુ વરાછાથી 25 કિમિ દૂર આવેલ હજરપુરા ગામના નામ છે . અને આ હાજરી પત્રકના નામ શ્રમિકોના નહિ પરંતુ સાધન સંપન્ન ,બંગલા , કાર ધરાવતા પરિવારો ના નામોં છે . એક ચર્ચા મુજબ આ બોગસ નામમાં ભાજપ નેતા ના પરિવારજનોના પણ નામ છે. મનીષ પટેલ અને તેમની ટીમે આ નામો નું રૂબરૂ ક્રોસ ચેકીંગ પણ કર્યું છે . આ પ્રકાર ના ખોટા , બોગસ હાજરી પત્રકો ના કુલ છ પત્રકો પણ રજુ કર્યા છે . છતાં વહીવટી તંત્ર ને ભ્રષ્ટાચાર ની તપાસ કરવાની ફુરસત નથી . આતો ફક્ત એકજ ગામના કૌભાંડો ની વિગત છે . પણ મનરેગા યોજના માં ગામેગામ આ પ્રકાર ના કૌભાંડ થયેલા હોવાનું ચર્ચાય છે. ત્યારે રજુઆત કરનાર મનીષ પટેલે માંગણી કરી છે કે હાજરીપત્રકમાં દર્શાવેલ નામોના આઈ .ડી. કાર્ડ અને જોબકાર્ડ ની તપાસ દરમ્યાન ચકાસણી કરવા માં આવે . ત્યારે વરાછા ગ્રામ પંચાયતના મનરેગા કૌભાંડ ની તપાસ થશે ? જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થશે ? કે પછી રાજકીય દબાણ માં ભીનું સંકેલાશે ? તે જોવું રહ્યું
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
