News of Saturday, 17th October 2026
ભરૂચના સાયખામાં ફાર્માકેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી ૪ મજૂરોના મોત
રિએક્ટર બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો

ભરૂચ તા.૧૭: ભરૂચના સાયખા GIDCની SynZeal Pharmachem Pvt. Ltd. કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થતાં ૪ મજૂરોના મોત થયા હતા. બ્લાસ્ટની ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી છે.રિએક્ટર બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટની અતિશય તીવ્રતાના કારણે રિએક્ટરનો તૂટેલો ભાગ હવામાં ફેંકાઈને કંપની બહાર જઈને પડ્યો હતો. આ ભયાનક વિસ્ફોટ થયા બાદ કંપનીની બહાર ચારેય તરફ ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું હતું.
સ્થાનિક પોલીસ વિભાગની ટીમ પણ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી હતી. સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ તાત્કાલિક પ્લાન્ટમાં પહોંચી ગઈ હતી. તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તાકીદે પરિસ્થિતિની સમીક્ષા કરી રાહત કામગીરી હાથ ધરી હતી.
કંપનીમાં કયા કારણોસર રિએક્ટરમાં આટલો મોટો બ્લાસ્ટ થયો તે હાલ તપાસનો મુખ્ય વિષય બન્યો છે. પોલીસ અને સેફટી ટીમે ઘટનાસ્થળે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિએક્ટરમાં કઈ ખામીના પગલે આ ભીષણ બ્લાસ્ટ થયો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. સેફટી ટીમે કંપનીના પ્લાન્ટમાં તપાસ હાથ ધરી છે.(૩૮.)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
