<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ગાંધીનગર સહિત બે નગરપાલિકાઓ અને વિવિધ પેટા ચૂંટણીઓને લઈને ભાજપના 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

પ્રચારકોમાં મુખ્યમંત્રી.પ્રદેશ પ્રમુખ,નાયબ મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીનો સમાવેશ:મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્યોને જવાબદારી સોંપાઈ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગાંધીનગર સહિત બે નગરપાલિકાઓ અને વિવિધ પેટા ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રચાર મોરચો સંભાળવા માટે મેદાનમાં ઉતારેલા આ પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ  સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ઓખા નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો પણ આ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરાયો છે.

(12:45 AM IST)