<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

કાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા: પ્રિ મોન્સૂન એકટીવી શરૂ :અંબાલાલ પટેલની આગાહી

જરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે પણ ઉકળાટની અસર વર્તાશે: મે મહિનાના અંતમાં ગરમીમાં રાહત મળશે: 19થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં આવતીકાલથી 24 મે સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. 24મે આસપાસ ચોમાસુ કેરલમ પહોંચશે. 23મી સુધી આંદામાનમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે પણ ઉકળાટની અસર વર્તાશે. મે મહિનાના અંતમાં ગરમીમાં રાહત મળશે. 19થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં 42.6, જુનાગઢમાં 42.3, કંડલા એરપોર્ટમાં 42, ભાવનગરમાં 41.2, કેશોદ અને મહુવામાં 39, દીવ 37.5, પોરબંદરમાં 35.4, ઓખામાં 35, વેરાવળમાં 32.4 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તા.18 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારા અને અકળામણ આપતી 'હોટ એન્ડ હ્યુમિડ' હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી છે.

(1:19 PM IST)