<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા 24 ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર : કમલમ્ ખાતેથી ઉમેદવારોની ઘોષણા

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ વોર્ડ ૧ થી ૬ ના ઉમેદવારો જાહેર

ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજિત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત વિચારણા કર્યા બાદ તમામ ઉમેદવારોના નામો આખરી કરવામાં આવ્યા છે.

જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, થરા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ થી ૬ મુજબ ભાજપના તમામ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:

વોર્ડ નંબર ૧:
 * સીટ ૧: રસીલાબેન રમેશભાઈ પ્રજાપતિ
 * સીટ ૨: જશીબેન સેમાભાઇ પટેલ
 * સીટ ૩: વેરશીભાઇ લવજીભાઇ મકવાણા
 * સીટ ૪: રફીકભાઇ કરીમભાઇ મનસુરી

વોર્ડ નંબર ૨:
 * સીટ ૧: સંગીતાબેન ધર્મેન્દ્રભાઇ મકવાણા
 * સીટ ૨: ખુશી અલ્પેશભાઇ શેઠ
 * સીટ ૩: વિજયકુમાર પરબતજી ઠાકોર
 * સીટ ૪: અમરતભાઇ લાલુભાઇ રાવળ

વોર્ડ નંબર ૩:
 * સીટ ૧: ગાયત્રીબેન હર્ષદભાઇ દરજી
 * સીટ ૨: ચિકાબેન અમરાજી ગોહિલ
 * સીટ ૩: મગનભાઇ કલ્યાણભાઇ દેસાઇ
 * સીટ ૪: પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા

વોર્ડ નંબર ૪:
 * સીટ ૧: સીતાબેન રમેશભાઈ કંબોયા
 * સીટ ૨: અશ્વિનીબેન કિરીટકુમાર (સોહમકુમાર) ઠક્કર
 * સીટ ૩: વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા
 * સીટ ૪: મહેન્દ્રસિંહ કેશુભા વાઘેલા

વોર્ડ નંબર ૫:
 * સીટ ૧: પ્રેમિલાબેન પ્રવિણકુમાર ઘાંઘોસ
 * સીટ ૨: દીપાલીબેન જીગરકુમાર ઠક્કર
 * સીટ ૩: ધવલકુમાર મંગળદાસ ઝવેરી
 * સીટ ૪: વિક્રમકુમાર ખેમાભાઇ પરમાર

વોર્ડ નંબર ૬:
 * સીટ ૧: લીલાબેન દિનેશજી ઘોઘોંશ
 * સીટ ૨: નિતાબેન દિલીપકુમાર ઠાકોર
 * સીટ ૩: જેઠાજી મફાજી ઠાકોર
 * સીટ ૪: જોગાજી રવાજી ઠાકોર

આ જાહેર કરાયેલા ઉમેદવારોના નામોની જાણ સારૂં નકલ પ્રદેશ પ્રભારી તરુણજી ચુઘ, પ્રદેશ સહ પ્રભારી અજયજી મહાવર, પ્રદેશ સહ પ્રભારી ગોમતીજી સાઈ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી અરૂણજી બિન્નડી, તેમજ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને રવાના કરવામાં આવી છે.

(4:01 PM IST)