News of Saturday, 21st November 2026
ભાજપ ચૂંટણી જંગ જીતવા મેદાને : કાલે એક સાથે ૧૮ર મતક્ષેત્રોમાં સ્નેહમિલન
તરૂણ ચુઘ, જગદીશ વિશ્વકર્મા, ભુપેન્દ્રભાઇ, હર્ષ સંઘવી માર્ગદર્શન આપશે

રાજકોટ, તા.,ર૧: ગુજરાતમાં ભાજપ દિવાળી પછી નવો ઇતિહાસ સર્જવા આગળ વધી રહ્યો છે. દર વર્ષે નૂતન વર્ષના તોહમિલન થતા હોય છે પરંતુ આ વખતે તો. રર નવેમ્બર રવિવાર એક સાથે એક જ સમયે ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં તોહ મિલન સંમેલન થશે જેને સરકાર અને સંગઠનના ટોચના નેતાઓ વિડીયો કોન્ફોરન્સ સંબોધન કરશે.
તા. ૨૨ નવેમ્બરે ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં બપોરે ૩ થી ૭ વચ્ચે એક સાથે તોહમિલન યોજાશે. જેમાં સ્થાનિક વકતાઓ ઉપરાંત પ્રદેશ કક્ષાએથી પ્રભારી શ્રી તરુણ ચુઘ, પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વીડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. તમામ ૧૮૨ વિધાનસભા તોહ મિલનૈના સ્થળે વીડીયો કોન્ફરન્સથી જોડાઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
દિવાળી પછીનો નવા વર્ષનો ભાજપનો આટલો મોટો પ્રથમ કાર્યક્રમ હશે. એક સાથે એક સમયે ૧૮૨ તોહ મિલન થાય અને તેને ટોચના નેતાઓ એક જ સ્થળેથી સંબોધન કરે તેવુ તેવુ ભાજપમાં પ્રથમ વખતે બનશે. એક વર્ષ પછી રાજય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા સતત વિવિધ કાર્યક્રમો ચાલતા રહે છે. દિવાળી પછી ચૂંટણીને ધ્યાને રાખીને કાર્યક્રમોની હારમાળા સર્જાશે. તોહ મિલન સંમેલનમાં પ્રદેશના નેતાઓ સંગઠનની મજબુતાઈ વધારવા સાથે ૨૦૨૭ ની ચૂંટણી જીતવાનો મંત્ર આપશે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
