<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલને મેદાનમાં ઉતાર્યા

વડોદરાના વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરો એવા સતીશ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો

વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા આ મહત્વની બેઠક પર વડોદરાના વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરો એવા સતીશ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

વડોદરાના છાણી વિસ્તારના મૂળ વતની સતીશ ગોવિંદભાઈ પટેલ શહેર અને જિલ્લા બંનેના રાજકારણમાં દાયકાઓ લાંબો અને બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે.

આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા સતીશ પટેલ કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ શાનદાર સેવાઓ આપી ચૂક્યા છે. ભાજપના સંગઠનમાં તેમની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે.

(11:36 PM IST)