તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
વડોદરાવાસીઓને મોટો ઝટકો: CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો અને SCM દીઠ ₹2નો વધારો ઝીંકાયો
સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના દરોમાં ઝીંકાયેલા ભાવવધારાનો અમલ શરૂ કરી દેવાયો

વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના દરોમાં આજથી એટલે કે 1 જૂન, 2026થી ઝીંકાયેલા ભાવવધારાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ ઇનપ
. વડોદરા ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા અપાતા APM/NAPM કુદરતી ગેસની ફાળવણીમાં તાજેતરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે કંપનીએ ખુલ્લા બજાર (ઓપન માર્કેટ) માંથી મોંઘા ભાવે ગેસ ખરીદવો પડી રહ્યો છે, જેનાથી કંપનીના ગેસ પ્રાપ્તિ ખર્ચમાં મોટો વધારો થયો છે.
કંપનીએ ઉમેર્યું કે, ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે તે માટે VGL લાંબા સમયથી આ વધારાનો ખર્ચ પોતે વહન કરતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં હવે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે.
ગેસના ભાવમાં થયેલા આ અચાનક વધારાને કારણે રિક્ષાચાલકો, કેબ ચાલકો અને ખાનગી સીએનજી કાર ધરાવતા વાહનચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થશે. બીજી તરફ, ગૃહિણીઓનું માસિક બજેટ પણ ખોરવાશે. આ ઉપરાંત, હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં વપરાતો કોમર્શિયલ ગેસ મોંઘો થવાના કારણે આગામી દિવસોમાં બહાર ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને થાળીના ભાવમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
