તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 15th November 2026
વડોદરાના 84 લાખના દારૂકાંડમાં બાપોદ પોલીસ સામે મોટી કાર્યવાહી : PI કે.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદ સસ્પેન્ડ
ત્રણ મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો: તપાસ દરમિયાન બુટલેગર નીલુ સિંધીએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો

વડોદરાના 84 લાખ રૂપિયાના દારૂકાંડમાં બાપોદ પોલીસ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનના PI કે.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણ મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે તપાસ દરમિયાન બુટલેગર નીલુ સિંધીએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર પ્રકરણની તપાસના આધારે DGP દ્વારા બંને પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. દારૂકાંડમાં પોલીસ અધિકારીઓ સામે થયેલી આ કાર્યવાહીએ પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
