News of Friday, 2nd October 2026
પોરબંદરમાં ભુપેન્દ્રભાઇનો સંવેદનશીલ અંદાજઃ દિવ્યાંગ બાળકો સાથે ભોજન

પોરબંદરઃગાંધી જયંતીની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સહજ અને સંવેદનશીલ અંદાજ જોવા મળ્યો હતો. ગાંધી જયંતીની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાથી સમય વિતાવી સાદગી અને સહજતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેતનભાઈ ગજ્જરના નિવાસસ્થાન ‘‘ગોવિંદા'' ખાતે મુખ્યમંત્રીશ્રી દ્રષ્ટિહીન તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની વચ્ચે બેસ્યા અને સહજ તથા પારિવારિક વાતાવરણમાં તેમની સાથે ભોજન લીધું.આ દરમિયાન લોકગાયક બ્રિજરાજ ગઢવી દ્વારા હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી પણ બાળકો અને ઉપસ્થિત સૌ સાથે હનુમાન ચાલીસાના સમૂહગાનમાં જોડાયા હતા. આ પ્રસંગે બાલા હનુમાન ગ્રુપ દ્વારા ચાર સેવાભાવી સંસ્થાઓને પ્રત્યેક રૂ. ૨.૧૧ લાખની સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચારેય સંસ્થાઓના પ્રતિનિધિઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીશ્રી સાથે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ભાજપ જિલ્લા પ્રભારીશ્રી વિમલભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડાઙ્ઘ. ચેતનાબેન તિવારી તથા જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે ભોજનમાં સહભાગી થયા હતા.કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રીએ કેતનભાઈ ગજ્જરને આ સુંદર અને આત્મીય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાળકો સાથે વિતાવેલી આ સાંજ જીવનભર યાદ રહે તેવી સ્મળતિ બની રહેશે તેવી લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ દિવ્યાંગ બાળકો માટે સમય કાઢીને તેની સાથે ભોજન કર્યુ હતું તે તસ્વીરો (તસ્વીરઃ પરેશ પારેખ- પોરબંદર)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
