News of Sunday, 26th April 2026
ભૂછાડ ગામે કાળીવિધ્યાના વહેમે ભાઈએ ભાઈના ગળે ધારિયું મારી મોતને ઘાટ ઉતાર્યો:બે દીકરીને પણ ધારિયું મારી ઘાયલ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ભૂછાડ ગામે મતદાનના દિવસે બે સગા ભાઈઓ અને ભત્રીજીઓ વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવી એક ભાઈએ બીજાં ભાઈને ધારિયું મારી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું જ્યારે તેની ભત્રીજીઓને પણ હાથ અને માથા ભાગે ધારિયું મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે ભવાની ફળિયામાં રહેતા રમેશ બારભાઈ વસાવા અને તેના નાના ભાઈ ગુર્જી બારભાઈ અને મોટાભાઈ વિઠ્ઠલની બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા સાથે ઝગડો થયો હતો. કાળી વિધ્યા.કરતા હોવાનો વહેમ રમેશ બારભાઈ વસાવા રાખતો હોય જે વહેમને લઈને ઝગડો થયો જેમાં ઘરમાંથી ધારિયું લઈને રમેશ બારભાઈ વસાવા એ દુકાને ચા ખંડ લઈને આવતા ગુર્જી વસાવાને ગરદનના ભાગે ધારિયું.મારી ત્યાજ પાડી દીધો અને ઘટના સ્થળે જ ગુર્જી વસાવાનું.મોત નીપજ્યું હતું. જ્યારે સાવિત્રીબેનને માથાના ભાગે અને શિલ્પાબેનને હાથના ભાગે ધારિયું મારતા બંને બહેનોને ગંભીર ઈજાઓ પહોંચી તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે.લઈ જવામાં આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
