News of Monday, 6th July 2026
રાજપીપળા જુનાકોટ અખાડા પાસે નજીવી બાબતે બેઝબોલના બેટ વડે માર મારી ધમકી આપનાર સામે ફરિયાદ
કરજણ બળી કિનારે બેસવા ગયા ત્યારે તમે કેમ મારા બાપુજીને મારવાનું કહેતા હતા તેમ કહી બેઝબોલના લાકડાના ડંડા વડે માર માર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા જુનાકોટ અખાડા પાસે નજીવી બાબતે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે સામે ફરિયાદ થતા ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર ફરિયાદ આપનાર નયનભાઈ રાજુભાઇ વસાવાનાઓ ગત તા.૦૨/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે સ્મશાન તરફના રસ્તે બેઠા હતા તે વખતે ત્યા સિમેન્ટ પાથરવાનું કામ ચાલતું હોય આરોપી નંબર- (૧) કનુભાઈ સુંદરભાઈ તડવી નાઓએ ફરીયાદીને તુ અહીયા કેમ બેઠો છે.કામ કેમ નથી કરતો. તેમ કહી ઉશ્કેરાઇ જઇ વિભત્સ ગાળો બોલી ઝગડો કરી ત્યાર બાદ ફરીયાદી ત્યાથી નિકળીને જુનાકોટ અખાડા પાસે કરજણ નદીના કિનારે બેસવા માટે ગયા હતા તે વખતે આરોપી નંબર (૧) કનુભાઇ સુંદરભાઇ તડવી તથા નંબર-(૨)યશભાઈ કનુભાઇ તડવી નાઓ આવી યશભાઇ વસાવા નાઓ ફરીયાદીને તમે કેમ મારા પિતાજીને મારવાનું કહેતા હતા તેમ કહી હાથમાં રાખેલ બેઝબોલના લાકડાના ડંડા વડે ફરીયાદીને જમણા હાથના કાંડાના ભાગે તથા પીઠના પાછળના ભાગે ફટકા મારી કાંડાના ભાગે ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
