News of Monday, 12th October 2026
સુરતમાં પાળતુ ડોગ્સ માટે થઈ બબ્બે નવરાત્રિ, પપીઝ પણ ગરબાનાં કોસ્ચ્યુમ્સ પહેરીને મહાલ્યાં
લોકો પોતાના પેટ્સને એમ્બ્રોઇડરી અને આભલાંવાળાં કેડિયાં, ચોળી, ફેસ્ટિવલ જેકેટ્સ પહેરાવીને લઈ આવ્યા હતા અને ડોગ્સને ઊંચકીને ગરબા રમ્યા હતા

સુરત,તા.૧૨: સુરતીઓએ હવે નવરાત્રિના ઉત્સવને લેવલ-અપ કરી લીધો છે. નવરાત્રિ શરૂ થાય એ પહેલાં જ સુરતીઓએ તેમના પાળેલા ડોગીઝ માટે ખાસ પેટ-ફ્રેન્ડ્લી ગરબા યોજ્યા હતા. ગુરુવારે અને શુક્રવારે બે અલગ-અલગ સ્થળોએ ડોગ્સ માટે ગરબા યોજવામાં આવ્યા હતા. લોકો પોતાના પેટ્સને એમ્બ્રોઇડરી અને આભલાંવાળાં કેડિયાં, ચોળી, ફેસ્ટિવલ જેકેટ્સ પહેરાવીને લઈ આવ્યા હતા અને ડોગ્સને ઊંચકીને ગરબા રમ્યા હતા. પોરાસ અને પોવરાત્રિ નામે આ ઇવેન્ટ યોજાઈ હતી. સામાન્ય રીતે નવરાત્રિમાં ઘોંઘાટિયા વાતાવરણમાં પાળતુ પ્રાણીઓ ડિસ્ટર્બ થઈ જાય છે. લાઉડ મ્યુઝિક ડોગીઝને બહુ ગમતું નથી. જોકે પેટ-ફ્રેન્ડ્લી નવરાત્રિમાં પાળેલાં ગલૂડિયાંઓ અને ડોગીઝને જલસો પડી ગયો હતો.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
