<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

વકીલો ઉપર થતાં હુમલા-જુનિયર વકીલોને સ્‍ટાઇપેન્‍ડ સહિતના મુદ્દે બાર કાઉન્‍સીલ સરકારમાં રજૂઆત કરશે

અમદાવાદઃ તા.૬,બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત હંમેશા ગુજરાતના ધારાશાષાીઓના હિત અને કલ્‍યાણને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપીને કાર્યરત રહે છે. ધારાશાષાીઓને વ્‍યવસાય દરમિયાન પડતી મુશ્‍કેલીઓ તથા પ્રશ્‍નોને સમજી, તે અંગે ગહન ચર્ચા-વિચારણા કરી, જરૂરી અને નીતિવિષયક નિર્ણયો લઈ ધારાશાષાીઓના હિતોનું રક્ષણ કરવાનું કાર્ય બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા સતત કરવામાં આવે છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના નવા ચુંટાયેલા સભ્‍યોની નિમણુક થયા બાદ એક કલાક પછી શ્રી પી. ડી. પટેલ, ચેરમેન, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના અધ્‍યક્ષપદ હેઠળ ધારાશાષાીઓના હિત તથા કલ્‍યાણ સંદર્ભે તાત્‍કાલિક જનરલ બોર્ડની મીટીંગ બોલાવેલી અને તેમાં નીચેના ત્રણ એજન્‍ડા (મુદ્દા) માટેની ચર્ચા-વિચારણા કર્યા બાદ સર્વાનુમતે નીચે મુજબના ઠરાવો કરવામા આવેલ

  એડવોકેટ્‍સ પ્રોટેક્‍શન એકટ ના અમલીકરણ બાબત : સમગ્ર ગુજરાતમા વકીલો ઉપર જીવલેણ હુમલા તથા હિંસક હુમલાઓ થવાના બનાવોમા ઉત્તરોત્તર વધારો જોવા મળેલ છે. કેટલાક વકીલોએ તેમા પોતાના જીવ પણ ગુમાવ્‍યા છે. વકીલો અને તેમના પરિવારોની સુરક્ષા માટે એડવોકેટસ પ્રોટેકશન એકટ જરુરિયાત તથા માંગ પણ ગુજરાતભરમાં ઉઠેલ છે. સમગ્ર ભારતના પાંચ રાજ્‍યોમાં આ પ્રોટેકશન એકટની અમલ કરવામા આવે છે. તે જોતા ગુજરાતના વકીલોને, વકીલોના પરિવારને તથા વકીલોની માલમિલકતોને સુરક્ષા આપવી જરુરી હોય એડવોકેટસ પ્રોટેક્‍શન એકટ લાગુ પડે તે માટે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના સભ્‍યોએ તાત્‍કાલિક બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત વતી સરકારશ્રી સમક્ષ એડવોકેટ પ્રોટેકશન એકટ લાવી તેને અમલવારીમાં મુકવા માંગણી કરતી રજુઆત કરવા માટે સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.

 અરનેશકુમારના ચુકાકા અંગઃ આ અંગે  અરનેશકુમારના જજમેન્‍ટથી ભારતભરના વકીલોને તેમજ ગુજરાતના વકીલોને ખુબ જ આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. સાત વર્ષ સુધીની સજા પાત્ર ગુના માટે પોલીસ સ્‍ટેશનમા આરોપી છુટી જાય તેવુ કુકમમાં જણાવ્‍યુ છે. તેના કારણે જુનીયર વકીલો ખુબ જ આર્થિક મુશ્‍કેલી વેઠી રહ્યા છે. તેવી જ રીતે અરનેશકુમારના જજમેન્‍ટનુ ખોટુ અર્થઘટન કરી પોલીસ આરોપીઓને પોલીસ સ્‍ટેશનમાંથી બારોબાર છોડી મુકે છે. આમ, અરનેશકુમારના જ્જમેન્‍ટનુ સાચુ અર્થઘટન થાય અને તેનુ પોલીસને ડાયરેકશન મળે તે માટે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડીયાની આગેવાની લઇને  સુપ્રિમ કોર્ટમા રીવ્‍યુ પીટીશન સત્‍વરે દાખલ કરવાનુ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની સામાન્‍યસભામા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.

  જુનિયર ધારાશાષાીઓને સ્‍ટાઇપેન્‍ડ આપવુઃ હાલમાં ગુજરાતમાં અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ વર્ગોના વકીલમિત્રોને શરુઆતના વર્ષોમા ત્રણ વર્ષ સુધી ગુજરાત સરકાર તરફથી માસિક સ્‍ટાઇપેન્‍ડ આપવામા આવે છે. તે જ રીતે સામાન્‍ય વર્ગના જુનીયર વકીલમિત્રોને પણ શરુઆતના વર્ષોમાં પાંચ વર્ષ સુધી માસિક સ્‍ટાઇપેન્‍ડ આપે તે માટે ગુજરાત સરકારને રજુઆત કરવાનુ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની સામાન્‍યસભામાં સર્વાનુમતે ઠરાવવામા આવેલ છે.

ઉપરોક્‍ત તમામ નિર્ણયો ધારાશાષાીઓના હિત, સુરક્ષા, કલ્‍યાણ અને વ્‍યવસાયિક વિકાસને ધ્‍યાનમાં રાખીને સર્વાનુમતે લેવામાં આવ્‍યા છે. આ તમામ મહત્‍વપૂર્ણ નિર્ણયો અંગે ગુજરાત રાજ્‍યની તમામ બાર એસોસિએશનો તથા સમગ્ર વકીલ આલમને જાણ થાય તે હેતુથી આ પત્ર પાઠવવામાં આવે છે. 

(11:36 AM IST)