તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 22nd June 2026
વડતાલધામમાં ખેડા સહકારી બેંક દ્વારા ATM સેવા

નડિયાદઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટર કો-ઓપરેટીવ બેંક લિ.ના ૨૦માં એ.ટી.એમમાં વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામી તથા બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. વડતાલ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થતા હવે યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. કેડીસીસી બેંકના તેજસભાઈ પટેલના પ્રયાસથી હરિભક્તોને આ એટીએમ સુવિધાનો પણ લાભ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે બેંકમાં અધિકારીઓ અરવિંદભાઈ ઠક્કર, દીપકભાઈ શાહ, તારકબભાઈ પુરોહિત, તુષારભાઈ, પંચાલભાઈ, ગોસ્વામી તથા ગૌરવભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
