News of Monday, 27th April 2026
રાજપીપળામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતા જ ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયામાં આભારની વર્ષા
ઘણા ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં મતદારોનો આભાર માનતા ફોટા મૂકી મતદારોનો આભાર જરૂર માન્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રવિવારના દિવસે રાજપીપળા સહિત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ જેમાં દરેક પક્ષના ઉમેદવારોને મત મળ્યા હશે પરિણામ જે આવે તે પરંતુ પોતાના મતદારોને મત આપવા બદલ મોટાભાગના ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં આભાર વ્યક્ત કરતા ફોટા મૂકી આભાર માન્યો એ ખૂબ સારી વાત છે.
રાજપીપળા નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી રવિવારે સાંજે પૂર્ણ થઈ મતદારોએ પોત પોતાના મત આપી તેમના મનગમતા ઉમેદવારોને જીતાડવા પ્રયાસ કર્યો અને તમામ ઉમેદવારો નું ભાવિ મતપેટી માં સીલ થયું જેમાં આવતીકાલે એટલે કે મંગળવારે મતગણતરી બાદ પરિણામ આવશે ત્યારે આ પરિણામ માં કયા ઉમેદવાર વિજેતા થશે એ કહેવું મુશ્કેલ છે છતાં ઊભેલા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં મતદારોનો આભાર માનતા ફોટા મૂકી પોતાની માનવતા દેખાડી છે. આમ ચૂંટણી માં જે પણ પરિણામ આવે પરંતુ મતદારોનો આભાર જરૂર માન્યો હતો.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
