<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મેઘરાજાને રિઝવવા પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની પરંપરા ફરી જીવંત કરી

માટીમાંથી મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી તેના પળ જળ અભિષેક કરીને ગામની શેરીએ-શેરીએ ફેરવવામાં આવી

અમદાવાદ : ગુજરાતભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં તો હજુ સુધી વરસાદ પડ્યો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાને રિઝવવા માટે પાલનપુરની મહિલાઓ વર્ષો જૂની પરંપરા ફરી જીવંત કરી. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરા મુજબ વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી ગામમાં ફેરવે છે પરંપરાગત ગીતો ગાય છે અને મેઘરાજાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે.

  પાલનપુરમાં પણ મહિલાઓ આ જ આસ્થા સાથે એકત્રિત થઈ વરસાદ માટે પ્રાર્થના કરી. માટીમાંથી મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી તેના પળ જળ અભિષેક કરીને ગામની શેરીએ-શેરીએ ફેરવવામાં આવી. માન્યતા છે કે જ્યારે-જ્યારે વરસાદની ખેંચ પડે ત્યારે આ રીતે પ્રાર્થના કરવાથી મેઘરાજા મહેરબાન થાય છે. આ અંગે ગ્રામજનોએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારી પ્રાર્થનાથી મેઘરાજા મહેર કરશે.

(9:20 PM IST)