<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

હિંમતનગરમાં પેટ્રોલપંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો

યુવકોએ બેફામ અશ્લીલ ગાળો બોલી એકબીજા પર હુમલો કરતાં પેટ્રોલપંપ પર તંગદિલીનો માહોલ સર્જાયો

સાબરકાંઠાના હિંમતનગરમાં પેટ્રોલપંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. કેટલાક યુવકો ડંડા અને પટ્ટા લઈને મારામારી કરતા જોવા મળ્યા હતા. યુવકોએ બેફામ અશ્લીલ ગાળો બોલી એકબીજા પર હુમલો કરતાં પેટ્રોલપંપ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરમાં લુખ્ખા તત્વોના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

(1:44 PM IST)