<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

આનંદો : ગુજરાતમાં વિદ્યા સહાયકો અને સ્પેશિયલ એજ્યુકેટરની 3900થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર : 1 જૂનથી ફોર્મ ભરાશે

શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતવાર શરતો માટે ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા અને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ભરતીને લઈને એર મોટી અને સત્તાવાર જાહેરાત ભરવામાં આવશે, જે લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે સુવર્ણ તક સમાન છે.

વિવિઘ માધ્યમો અને ઘોરણવાર જગ્યાઓની વિગત

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં સામાન્ય માઘ્યમો ઉપરાંત સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી અંદાજિત જગ્યાઓની વિગત નીચે મુજબ છે:

ધોરણ 1 થી 5 (અન્ય માધ્યમ): ગુજરાતી સિવાયના અન્ય માધ્યમોમાં વિદ્યા સહાયકની અંદાજીત 987 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ - સ્પેશિયલ એજ્યુકેટર): દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની અંદાજીત કુલ 1841 જગ્યાઓ ભરવામાં આવશે.

ધોરણ 6 થી 8 (ગુજરાતી માધ્યમ - સ્પેશિયલ એજ્યુકેટર): ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી માધ્યમ માટે સ્પેશિયલ એજ્યુકેટરની અંદાજીત 1067 જગ્યાઓ પર ભરતી થશે.

દિવ્યાંગો માટે મુખ્ય વિષય: ગુજરાતી માધ્યમમાં મુખ્ય વિષયો માટે દિવ્યાંગ ઉમેદવારોની અંદાજીત 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઓનલાઈન માઘ્યથી ચલાવવામાં આવશે. લાયકાત ઘરાવતા અને રસ ઘરાવતા ઉમેદવારો નક્કી કરેલી સમયમર્યાદામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

મહત્વની તારીખ: ઉમેદવારો 1 જુનથી લઈને 10 જુન સુઘી સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરી દેવા અને તમામ જરુરી દસ્તાવેજો તૈયાર રાખવા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતવાર શરતો માટે ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. 

(10:37 PM IST)