News of Friday, 22nd May 2026
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની તબિયત લથડી :હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર અપાઈ :ત્રણ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે
આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં દાખલ કરાયા : હૃદયની નળીમાં બ્લોકેજની સારવાર લીધી હોવાની પ્રાથમિક માહિતી

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની તબિયત લથડી છે કલેકટરની તબિયત બગડતાં આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર આપવામાં આવી હતી કલેક્ટરને ત્રણ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે! હૃદયરોગના હુમલા બાદ કલેક્ટરને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હોવાનું જાણવા મળે છે. કલેક્ટરને આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં દાખલ કરાયા છે હૃદયની નળીમાં બ્લોકેજની સારવાર લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે,હાલ કલેક્ટરની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
