<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

અમદાવાદ-ઈન્દોર હાઇવે પર દાહોદના વડબારા ગામ નજીક સોલર પેનલ ભરેલી આઇસર ગાડીમાં અચાનક આગ લાગી

ગાડીમાં ભરેલી લાખો રૂપિયાની કિંમતી સોલર પેનલો આગમાં બળીને ખાખ થઈ ગઈ :દાહોદ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી

અમદાવાદ-ઈન્દોર હાઇવે પર દાહોદના વડબારા ગામ નજીક સોલર પેનલ ભરેલી આઇસર ગાડીમાં અચાનક આગ લાગી હતી. ચાલતી આઇસર ગાડીમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી . આગની આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરા તફલીનો માહોલ સર્જાયો હતો આ  ઘટનાની જાણ થતા જ દાહોદ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી એકને ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આઇસર ગાડીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગની દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.ગાડીમાં ભરેલી લાખો રૂપિયાની કિંમતી સોલર પેનલો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી  

(6:32 PM IST)