<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

'અંબાલાલ પટેલ આગાહી ચાલુ રાખશે ' ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને ફરીથી આગાહી કરવાનું શરૂ રાખવાનો નિર્ણય

અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ પરંપરાગત જ્ઞાનના આધારે આગાહી કરે છે અને આ કામમાંથી કોઈ આર્થિક લાભ મેળવતા નથી,

અમદાવાદ : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ અંગે ઉભા થયેલા વિવાદ અને જાથાના જયંત પંડ્યા દ્વારા કાયદાકીય પગલાં લેવાની ચીમકી બાદ ગઈકાલે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેમણે ફરીથી આગાહી કરવાનું શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે. અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ પરંપરાગત જ્ઞાનના આધારે આગાહી કરે છે અને આ કામમાંથી કોઈ આર્થિક લાભ મેળવતા નથી, તેથી તેમની સામે કાયદાકીય પગલાં ન લઈ શકાય, તેમ છતાં તેઓ આગામી સમયમાં કાયદાકીય બાબતોનું યોગ્ય જ્ઞાન પણ મેળવશે.

(1:55 PM IST)