<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

વડોદરાની SSG હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીના આક્ષેપો: સ્ટ્રેચર અને અટેન્ડન્ટના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલી

રાતના સમયે વ્હીલચેર કે સ્ટ્રેચર ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓ પરેશાન:કેટલાક દર્દીઓ જરૂરી સાધનોના અભાવે લંગડાતા ચાલવા મજબૂર

વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને લઈને હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીના આક્ષેપો થયા છે. હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અટેન્ડન્ટના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાતના સમયે વ્હીલચેર કે સ્ટ્રેચર ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. કેટલાક દર્દીઓ જરૂરી સાધનોના અભાવે લંગડાતા ચાલવા મજબૂર બન્યા હોવાની સ્થિતિ સામે આવી છે. એટલું જ નહીં, રાતના સમયે હોસ્પિટલનો સ્ટાફ પણ મદદ કરતો ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે હોસ્પિટલના RMOએ હોસ્પિટલમાં પૂરતા સાધનો ઉપલબ્ધ હોવાની માહિતી આપી છે. સાથે જ જો કોઈ જવાબદાર કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેની સામે યોગ્ય પગલાં લેવાની બાંહેધરી પણ આપી છે.

(7:31 PM IST)