<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

રાજપીપળા એસટી ડેપોના 8 જેટલા તમામ સીસીટીવી કેમેરા બંધ : શું નિયમ માત્ર આમ લોકો માટે જ બનાવેલ છે..?!!

જો નિયમ મુજબ ફરજિયાત કેમેરા લગાવવાના હોય તો લાગેલા કેમેરા બગડ્યા તો તે રિપેર કેમ થતા નથી..?

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાનું એકમાત્ર વડુ એસટી ડેપો રાજપીપળા છે પરંતુ ત્યાં ઘણી સમસ્યાઓ જોવા મળે છે જેમાં ખાસ કરીને ભરૂચ ડીવિઝનનીઅંડરમાં આવતા આ ડેપોમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા ભરૂચ પૂછવું પડે છે, આમ તો આ ડેપો ઘણી સમસ્યા હોવા છતાં રામ રાજ પ્રજા સુખી જેવી હાલત જોવા મળે છે.

   મળતી માહિતી મુજબ રાજપીપળા એસટી ડેપોમાં ઘણીવાર ચીલઝડપ ના કિસ્સા બને છે જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઇ પોલીસ આગળ કામગીરી કરે છે પરંતુ હાલમાં ડેપોના આઠ જેવા બધાં કેમેરા બંધ છે અને ત્રણ દિવસ પહેલા એક બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી જવાની ઘટના બની ત્યારે આ બધાજ કેમેરા બંધ હતા અને હજુ પણ બંધ જ છે આવનારા દિવસો માં કોઈ મોટી દુર્ઘટના બને અને કેમેરા બંધ હોય તો જવાબદાર કોણ..? શું સીસીટીવી લગાડવાનો નિયમ ફક્ત આમ લોકો માટે જ બન્યો છે..? કેમ ડેપો સત્તાધીશો આ માટે કોઈ પગલા લેતા નથી તેવા સવાલ ઊભા થયા છે.
  ભૂતકાળમાં ડેપો પરથી મહિલાના પર્સ ની ચોરી, કોઈકની કોઈ વસ્તુની ચોરી જેવી ઘણી ઘટના બની હતી પરંતુ ત્યારે કેમેરા ચાલુ હતું અને હવે લાંબા સમય થી કેમેરા બંધ હોવાથી ક્યારેક મોટી તકલીફ ઉભી થઈ શકે છે, જો નિયમ મુજબ ફરજિયાત કેમેરા લગાવવાના હોય તો લાગેલા કેમેરા બગડ્યા તો તે રિપેર કેમ થતા નથી..? શું ભરૂચ ડિવિઝન વાળા પરવાનગી નથી આપતા..? કે અન્ય કોઈ કારણ છે. મુસાફરો અને એસટી સ્ટાફ ની સલામતી માટે વહેલીતકે કેમેરા રીપેર કરાવી લગાવાય તે જરૂરી બન્યું છે

(10:38 PM IST)