News of Saturday, 1st August 2026
અમદાવાદના રાણીપ વોર્ડ ભાજપ મહામંત્રી ઉમેદ ધાંધલનું રાજીનામું લઇ લેવાયું
પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ અને પજવણીના આક્ષેપો બાદ આકરી કાર્યવાહી

અમદાવાદના રાણીપ વોર્ડના ભાજપ મહામંત્રી ઉમેદ ધાંધલ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ઉમેદ ધાંધલ સામે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત પક્ષના જ કાર્યકર્તાઓને મેસેજ મોકલીને પજવણી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો. આ સમગ્ર મામલો ભાજપના સિનિયર નેતાઓ સુધી પહોંચતાં જ પક્ષ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા, જેના પગલે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
