News of Saturday, 25th April 2026
અમદાવાદ: શહેરના ચકચારી રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં ચુકાદો: પુરાવાના અભાવે PSI સહિત 7 પોલીસકર્મીઓ નિર્દોષ જાહેર
અમદાવાદ કોર્ટનો મહત્વનો નિર્ણય; ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં તમામ આરોપી છૂટ્યા : આરોપીઓ વિરુદ્ધ નક્કર પુરાવાના અભાવે તમામ 7 પોલીસકર્મીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકયા

અમદાવાદ તા.૨૫: શહેરના ચકચારી રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પુરાવાના અભાવે PSI સહિત 7 પોલીસકર્મીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
આ કેસમાં રાજુ ઠક્કરનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું, જેને લઈને 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓમાં એક PSIનો પણ સમાવેશ થતો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું ન હતું.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે આરોપીઓ વિરુદ્ધ નક્કર પુરાવાના અભાવે તમામ 7 પોલીસકર્મીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે.
આ ચુકાદા બાદ કસ્ટોડિયલ ડેથના કેસમાં પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પર ફરી સવાલો ઉભા થયા છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
