News of Sunday, 26th July 2026
દાહોદમાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે બે આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: કેમિકલ ભરેલી ટ્રકે અન્ય ટ્રકને ટક્કર મારતા ભીષણ આગ ફાટી નીકળી: ટ્રકની કેબિનમાં ફસાયેલા બે લોકો જીવતા ભૂંજાઈ જતાં અરેરાટી ભર્યા મોત: ક્રેન વડે બંને મૃતદેહો બહાર કાઢવા પડ્યા

દાહોદ: જિલ્લામાંથી પસાર થતા વ્યસ્ત અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ આજે વહેલી સવારે બે આઇસર ટ્રક વચ્ચે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ કેમિકલ ભરેલી એક ઝડપી ટ્રકે રસ્તા પર ઉભેલી અન્ય એક ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતા વાહનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી ટ્રકને લપેટમાં લઈ લીધી હતી. આ હ્રદયદ્રાવક દુર્ઘટનામાં ટક્કર મારનાર ટ્રકની કેબિનમાં ખરાબ રીતે ફસાયેલા બે લોકો બહાર ન નીકળી શકતા તેઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા અને તેમના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે તાત્કાલિક પહોંચીને ક્રેન વડે ભારે જહેમત બાદ બંને મૃતદેહો બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
