<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અમદાવાદઃ સોલાર ઇન્વર્ટર આપવાના બહાને રૂ.1.46 કરોડની છેતરપિંડી : બાપુનગર પોલીસે આરોપી હિતેશ ભુવાની રાજકોટથી ધરપકડ કરી

નાણાં લીધા બાદ સોલાર ઇન્વર્ટર નહીં મોકલી છેતરપિંડી આચરી :અગાઉ રાજકોટ અને સુરતમાં પણ વિશ્વાસઘાતના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું

અમદાવાદઃ સોલાર ઇન્વર્ટર આપવાના બહાને રૂ.1.46 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં બાપુનગર પોલીસે આરોપી હિતેશ ભુવાની રાજકોટથી ધરપકડ કરી છે. આરોપીએ સોલાર ઇન્વર્ટર આપવાની વાત કરી ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા હતા. જોકે, નાણાં લીધા બાદ સોલાર ઇન્વર્ટર નહીં મોકલી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ રાજકોટ અને સુરતમાં પણ વિશ્વાસઘાતના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે

(6:52 PM IST)