<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

૨૪ વર્ષ અગાઉ રાજસ્‍થાનમાં હત્‍યા કરી, વોન્‍ટેડ રહેલ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે વિશેષ ઓપરેશનમાં દબોચી લીધો...

નો વોન્‍ટેડ ઈન અમદાવાદ એન્‍ડ અધર સ્‍ટેટ ક્રાઇમ : સીપી અનુપમસિંહ ગેહલોતનું સુરત તર્જ પરનું અભિયાન, અભિયાનના અનુભવી JCP શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજીત રાજિયાણના નેતળત્‍વમાં ટોપ ગીયરમાં મુકાયું... સુરતમાં નો વોન્‍ટડે અભિયાનમાં સફળ કામગીરી કરી ચૂકેલા ક્રાઇમ બ્રાન્‍ચ PI એ પી. જેબલીયા અને સ્‍ટાફે ઇનામી આરોપી ઝડપતા પોલીશ કમિશનર દ્વારા પીઠ થાબડવામાં આવી...

રાજકોટ, તા.૨૦:   નો વોન્‍ટેડ ઈન અમદાવાદ ક્રાઇમ અને નો વોન્‍ટેડ ઈન અમદાવાદ અધર સ્‍ટેટ ક્રાઇમ, એવા પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સુરતના સફળ અભિયાન અમદાવાદમાં વ્‍યાપક પ્રમાણમાં અમલમાં મુકેલ, યોગાનુયોગ સુરતમાં આ અભિયાન સફળ બનાવવા સતત કાર્યરત રહેલા IPS શરદ સિંઘલ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના જોઇન્‍ટ કમિશનર હોવાથી, અમદાવાદ ડીસીપી ક્રાઇમ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે, એક વિશેષ વાત આ કામગીરી જેમની ટીમ દવારા થયેલ છે તેવા અંમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ PI એ. પી. જેબલીયા પણ સુરતમાં આ અભિયાનનો હિસ્‍સો રહી ચુકયા છે, તો ચાલો હવે મૂળ વાત પર આવીએ.

છેલ્લા ૨૪ વર્ષથી રાજસ્‍થાન રાજ્‍યના હત્‍યાના ગુનામાં નાસતો ફરતો અને ઉચ્‍ચ ઈનામ જાહેર થયેલ વોન્‍ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી પાડ્‍યો છે. રાજસ્‍થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ડુંગલી ગામે બે સગા ભાઈઓ વચ્‍ચે પૈતળક મિલકત અને ધંધાની અદાવત ચાલતી હતી, જેમાં ૨૪ વર્ષ પહેલા દેલારામ નાઈની હત્‍યા કરી તેને અકસ્‍માતમાં ખપાવવાનું કાવતરું રચવામાં આવ્‍યું હતું.

કાવતરા મુજબ હાલ પકડાયેલ આરોપી, કિશનસિંહ રાજપૂત, રામજીભાઈ રબારી, ખીમારામ ઉર્ફે રમેશ નાઈ, હીરાચંદ નાઈ સહિતના ઈસમો ટાટા સુમો લઈ પાલી ગયા હતા. ડુંગલી બેરા તિલાવા પાસે પાલી બોર્ડર પર મળતક મોટરસાયકલ પર જતો દેખાતા ઈરાદાપૂર્વક ટક્કર મારી હત્‍યા કરી, ટાટા સુમો ઘટનાસ્‍થળે છોડી ફરાર થઈ ગયા હતા અને બનાવને અકસ્‍માતનો ઓપ આપ્‍યો હતો. જોકે પોલીસ તપાસ અને અગાઉની ફરિયાદના આધારે હત્‍યાનો ગુનો નોંધાયો હતો.

આરોપી છેલ્લા ૨૪ વર્ષથી પોતાની ઓળખ છુપાવી, અલગ અલગ જગ્‍યાએ મજૂરી કામ કરી રહેતો હતો. ચોક્કસ બાતમીના આધારે તેની ઓળખ વેરીફાઈ કરી અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્‍ચે તેને ઝડપી પાડ્‍યો છે અને સંબંધિત પોલીસ સ્‍ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

સોલ્‍વ કરેલ ગુનોઃ સાદડી પોલીસ સ્‍ટેશન, જિ. પાલી, રાજસ્‍થાન ગુ.ર.નં. ૧૩૫/૨૦૦૨ - IPC કલમ ૩૦૨, ૧૨૦(B), ૪૮૧, ૩૦૮

પકડાયેલ આરોપીઃ દિનેશભાઈ અમથાભાઈ અરજણભાઈ દેસાઈ, ઉં. ૫૪, ધંધોઃ દલાલી, રહે. ફ્‌લેટ નં. ૦૦૧, સાગર સમ્રાટ એપાર્ટમેન્‍ટ, રેડિયો મિર્ચી રોડ, વેજલપુર, અમદાવાદ શહેર. મૂળ વતન - ગામ ઉચરપી, પો. ચેખલા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા.

(3:54 PM IST)