News of Tuesday, 3rd November 2026
અમદાવાદમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઇ
બાળકીની જુબાની અને અન્ય પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો: આરોપી મુજીબ ઉર્ફે મુજીબુર રહેમાનને 20 વર્ષની સખત કેદની સજા

અમદાવાદમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવવા સાથે સજા ફરમાવી હતી.
આરોપી મુજીબ ઉર્ફે મુજીબુર રહેમાનને 20 વર્ષની સખત કેદની સજા કરાઈ છે સરસપુરની બાઈ લલિતાની ચાલી વિસ્તારમાં રહેતા આરોપીએ પાડોશમાં રહેતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો કેસ હતો બાળકી રમતી હતી ત્યારે આરોપી ઇશારો કરીને પોતાના ઘરે બોલાવતો હતો. બાળકી સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં સામે આવ્યું હતું ઘટનાની જાણ ન કરવા બાળકી પર ધમકી આપતો અને 20 રૂપિયા આપતો હતો
. બાળકીની માતાની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો હતો. બાળકીની જુબાની અને અન્ય પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો . પીડિતાને વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે .
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
