News of Monday, 18th May 2026
ખેડા કપડવંજ રોડ પર નવા મુવાડા નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત: 2 મુસાફરોને નાની-મોટી ઈજા
અકસ્માત બાદ કપડવંજ ડાકોર માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો: માર્ગની બંને બાજુ 2 કિલોમીટર લાંબી વાહનોની લાગી કતાર

ખેડા કપડવંજ રોડ પર આવેલા નવા મુવાડા નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ,આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા 2 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી . અકસ્માત બાદ કપડવંજ ડાકોર માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો હતો માર્ગની બંને બાજુ 2 કિલોમીટર લાંબી વાહનોની લાંબી કતાર લાગી હતી
કપડવંજ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રાફિક હળવો કરવા પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા કવાયત શરૂ કરી હતી કપડવંજ ડાકોર રોડ ઉપર સતત ત્રીજા દિવસે, ત્રીજો અકસ્માત સર્જાયો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
