<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સુરતના કડોદરામાંથી RTOની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું કૌભાંડ ઝડપાયું :QR સકેન કરતા ભાંડો ફૂટ્યો:ત્રણ આરોપીઓ ઝડપાયા

રોપીઓ એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતા, જેમના વાહનો RTO દ્વારા ડિટેઈન કરાયા હોય. બાદમાં ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપી મોટી રકમ વસૂલતા

સુરત : સુરતમાં RTOની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું આખું ગેરકાયદેસર નેટવર્ક ઝડપાયું છે .સુરત ગ્રામ્યના કડોદરામાંથી એક એવું કૌભાંડ સામે આવ્યું છે. જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. RTOમાં દંડ ભર્યાની આબેહૂબ નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. QR સકેન કરતા સમગ્ર કૌભાંડ આવ્યું. કડોદરા GIDC પોલીસે ત્રણ ઈસમો સામે ગંભીર ગુનો નોંધી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.  

   સરકારી દંડ ભરાયો હોવાનો માત્ર દેખાવ કરવામાં આવતો હતો. પરંતુ સરકારી તિજોરીમાં એક પણ રૂપિયો જમા થતો નહોતો. આરોપીઓ એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતા, જેમના વાહનો RTO દ્વારા ડિટેઈન કરાયા હોય. ત્યારબાદ તેઓ ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપી મોટી રકમ વસૂલતા. પૈસા હાથમાં આવ્યા પછી શરૂ થતો હતો આખા ખેલનો સૌથી મોટો ભાગ.

કડોદરા GIDC પોલીસ અને સુરત ગ્રામ્ય આર.આર. સેલને મળેલી ચોક્કસ બાતમી બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે અકબર શેખ અને સુનિલ શર્મા ગ્રાહકો શોધી લાવતા હતા, જ્યારે 12 પાસ મોહશીન રેડીમ કમ્પ્યુટર પર આબેહૂબ ડુપ્લિકેટ રસીદો તૈયાર કરતો હતો. આરોપીઓ 10 હજાર રૂપિયાનો દંડ માત્ર 5 હજારમાં પતાવી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા.

નોંધનીય છે કે મુખ્ય આરોપી મોહશીન અગાઉ RTO કચેરી બહાર કમ્પ્યુટર સંબંધિત કામ કરતો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. RTOના સત્તાવાર રેકોર્ડમાં દંડ ભર્યાની કોઈ નોંધ નહોતી, છતાં વાહનો મુક્ત થઈ ચૂક્યા હતા.

ઓરિજિનલ રસીદ ની અંદર જે QR સકેન કરતા દંડ ની તમામ વિગત આવતી જ્યારે ડુપ્લીકેટ QR ની અંદર અન્ય એપ્લિકેશન ખુલતી હતી. જેઠી શંકા જતા સમગ્ર મામલે જીણવત ભરી તપાસ હાથધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹5.18 લાખથી વધુની છેતરપિંડી સામે આવી છે. પોલીસે સુરત શહેરના ત્રણ એજન્ટો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(11:47 PM IST)