News of Thursday, 19th November 2026
ગોધરા સબ જેલમા કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા જેલ તંત્રમાં ભારે ખળભળાટ અને દોડધામ
પત્નીની હત્યાના ગુનામાં છેલ્લા 1 વર્ષથી જેલમાં બંધ કેદી સુનિલ ચંદવાનીએ જેલના બાથરૂમમાં નાઇટ પેન્ટના નાડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું

પંચમહાલ જિલ્લાના ગોધરા સબ જેલમાં એક કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા જેલ તંત્રમાં ભારે ખળભળાટ અને દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પત્નીની હત્યાના ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી જેલમાં બંધ કેદી સુનિલ ચંદવાનીએ જેલના બાથરૂમમાં પોતાના નાઇટ પેન્ટના નાડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ એવા એડીએમ (ADM), ડીવાયએસપી (DySP), મામલતદાર અને એફએસએલ (FSL) સહિતની ટીમ તાત્કાલિક સબ જેલ ખાતે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી; હાલ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતક કેદીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
