તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Sunday, 3rd May 2026
વાવડી ગામથી પગપાળા આવતા રાહદારીને બાઇક ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
RTO કચેરીથી થોડે આગળ રાજપીપલા તરફ આવતા હાઈવે રોડ ઉપર એક હોંડા કંપનીની સાઈન પાછળથી ટક્કર મારી

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વાવડી ગામથી પગપાળા રાજપીપળા આવી રહેલા રાહદારીને બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇ તા.૨૮/૦૪/૨૦૨૬ ના રાત્રીના સમયે મરનાર સુરેન્દ્રભાઈ ગલીયાભાઈ વસાવા( ઉ.વ.૪૦)( રહે.રાણીપુરા તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ વાવડી ગામેથી ચાલતા ચાલતા રાજપીપલા ખાતે આવતા હતા તે વખતે રાજપીપલા RTO કચેરીથી થોડે આગળ રાજપીપલા તરફ આવતા હાઈવે રોડ ઉપર એક હોંડા કંપનીની સાઈન મો.સા નં. GJ-22-S-2603ના ચાલકે પોતાની મોટર સાયકલ પુર ઝડપે હંકારી લાવી મરનારને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી તેઓ નીચે રોડ ઉપર પડી જતા માથામાં પાછળના ભાગે ગંભીર ઈજાઓ કરી તેમજ જમણા પગમાં ઘુંટણથી નીચેના ભાગે ફ્રેકચર કરી સારવાર દરમ્યાન મોત નીપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
