તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 8th October 2026
૨૦ કિલો ચાંદી અને ત્રણ લાખની રોકડ સાથે ટ્રેનનો મુસાફર ઝડપાયો
રાજકોટના જવેલર્સને ચાંદી આપવાની કેફિયત રજૂ કરતો આરોપી : છતીસગઢના છપા ગામના જવેલર્સ પાસેથી લાવ્યો હોવાની પ્રૌઢની કબૂલાત

વડોદરા,તા.૮: વડોદરા રેલવે સ્ટેશને મંગળવારે સાંજે આવી પહોંચેલી ટ્રેનમાં તપાસ કરતા પ્રૌઢ પાસેથી ૨૦ કિલો ૨૦૦ ગ્રામ ચાંદી અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૫૦ લાખ ઉપરાંતની કિમતનો મુદ્દામાલ રેલવે પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
રેલવે સ્ટેશન પર આવી પહોંચેલી સાંતરાગાછી-પોરબંદર એકસપ્રેસ ટ્રેનમાં એક વ્યકિત કિમતી ચીજવસ્તુઓ લઈને શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરી રહ્યો છે. આ બાતમીના પગલે પોલીસે ટ્રેન શહેરના પ્લેટફોર્મ નંબર ૪ પર આવી પહોંચતા તપાસ કરી હતી. આ દરમિયાન એક પ્રૌઢ પાસેથી બે બેગમળી આવી હતી. જેની તપાસ કરતા તેમાથી ચાંદીના ૭૨ સિકકા અને ચાંદીના દાગીના મળી કુલ ૨૦ કિલો ૨૦૦ ગ્રામ ચાંદી મળી આવી હતી. જેની કિમત ૪૬ લાખ ૮૩ હજારની છે. જયારે પ્રૌઢ પાસેથી ૩ લાખ ૪૦ હજાર મળી આવ્યા હતા. આમ કુલ રૂપિયા ૫૦ લાખની મતા મળી આવતા કબ્જે કરી હતી. પ્રૌઢે તેનું નામ બિપીન વરિયા (ઉ. વ.૫૮) હોવાનું જણાવ્યું હતુ. તે રાજકોટનો રહેવાસી હોવાની કબૂલાત કરી હતી.
બિપીન વરિયાએ છતીસગઢના રાયપુરના છપા ગામના જવેલર્સ પાસેથી આ ચાંદીનો મુદ્દામાલ ખરીધ્યો હતો. જયારે આ જથ્થો તેમને રાજકોટના બે વેપારીને આપવાનો હોવાની કેફિયત રજૂ કરી હતી. પોલીસે બિપીન પાસેથી બિલ સહિતની વિગતો માગતા એક કાચું બિલ મળી આવ્યું હતું. જયારે પાકા બિલ મળી આવ્યા ન હતા. વડોદરા રેલવે પોલીસે અટકાયત કર્યા બાદ આ મુદ્દામાલ છોડાવવા પણ રાજકોટના વેપારી આવ્યા ન હતા. રેલવે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
GST અને ઇન્કમટેક્ષ વિભાગને રેલવે પોલીસ પત્ર લખ્યો
વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઇ મહિડાએ જણાવ્યું હતુંકે ચાંદીના જથ્થા અંગે જીએસટી અને આરોપી પાસેથી મળી આવેલી રોકડ રકમ અંગે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરી હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
