તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 15th September 2026
નાંદોદ તાલુકાના ધાનપોર ગામથી નજીકના ગામની સગીરવયની દીકરીનું અપહરણ
પ્રેમજાળમાં ફસાવી, પટાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી માતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોરગામથી અન્ય એક ગામની સગીરાનું લગ્નની લાલચે અપહરણ થતા માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર સગીરાને ભગાડી જનાર જુગલભાઈ અશોકભાઈ વસાવા( રહે, કરાંઠા તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ ફરીયાદીની સગીરવયની દિકરી જે બનાવ બન્યો ત્યારે ઉ.વ. ૧૪, માસ ૧૦ દિવસ ૦૪ ) નાનીને પ્રેમજાળમાં ફસાવી, પટાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી માતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે જુગલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી બંને ની શોધખોળ શરૂ કરી છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
