News of Wednesday, 8th July 2026
વડોદરાના ગોત્રી વિસ્તારમાં 8 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી આધેડ કામદારે દુષ્કર્મ આચર્યું
પીડિતાની માતાએ નરાધમ સામે કડક પગલાં લેવાની માંગ સાથે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની વહીવટી પ્રક્રિયા હાથ ધરી

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નારાયણ નગર ગરનાળા પાસે એક આધેડ સફાઈ કામદારે 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આરોપી જગદીશ પુંજા ગોહિલે બાળકીને ચોકલેટ અને અન્ય પ્રલોભન આપી પોતાની પાસે બોલાવી આ હીન કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ છે
. આ મામલે પીડિતાની માતાએ નરાધમ સામે કડક પગલાં લેવાની માંગ સાથે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની વહીવટી પ્રક્રિયા હાથ ધરી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
