News of Tuesday, 30th June 2026
છોટાઉદેપુરના પાટણા ગામે શોર્ટ સર્કિટના કારણે ત્રણ રહેણાંક મકાનોમાં ભીષણ આગ
સંખેડા, જાંબુઘોડા, બોડેલી અને છોટાઉદેપુર એમ ચારેય સ્થળોની ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે દોડી

છોટાઉદેપુરના પાટણા ગામે શોર્ટ સર્કિટના કારણે ત્રણ રહેણાંક મકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી સંખેડા, જાંબુઘોડા, બોડેલી અને છોટાઉદેપુર એમ ચારેય સ્થળોની ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી અને આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
