<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

નસવાડીના આમરોલી ગામમાં ભારે પવન અને વાવાઝોડા વચ્ચે તાડનું વિશાળ વૃક્ષ ધરાશાયી: એક વ્યક્તિનું મોત

બનાવની જાણ થતાં નસવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વાવાઝોડાના કારણે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ. તાલુકાના આમરોલી ગામમાં જોરદાર પવન અને વાવાઝોડા વચ્ચે તાડનું વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.માહિતી અનુસાર, આદિવાસી પરિવાર ઘરની બહાર સૂતો હતો.ત્યારે અચાનક તાડનું વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે દબાઈ જતાં 45 વર્ષીય અરવિંદ પ્રભુ તડવીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો. બનાવની જાણ થતાં નસવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

(6:24 PM IST)