<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

અમદાવાદ નજીક દેત્રોજમાં કાનપુરા રોડ પરની ડનલોપ સીટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી: પરિસરમાં ઉભેલો ટ્રક બળીને ખાખ

કડી નગરપાલિકાની બે ફાયર ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદ  નજીક દેત્રોજમાં કાનપુરા રોડ પર આવેલી ડનલોપ સીટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં ફેક્ટરી પરિસરમાં ઊભેલો એક ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કડી નગરપાલિકાની બે ફાયર ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી છે. આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જે આસપાસના વિસ્તારોમાં દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આગ વધુ ફેલાય નહીં તે માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાથી ફેક્ટરીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

 

(9:27 PM IST)