News of Thursday, 30th July 2026
વિરપોર ગામના બસ સ્ટેન્ડ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત
ફોર વ્હીલ ગાડી પુર ઝડપે હંકારી લાવી મરનારની ટી.વી.એસ કંપનીની વેગો સ્કુટરને પાછળથી ટક્કર મારી એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના વિરપોર ગામના બસ સ્ટેન્ડ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇકચાલક નું મોત નીપજ્યું હતું.
હેમલતાબેન ડો/ઓફ ગુલાબસિંગભાઇ ડુલીયાભાઇ વસાવા (રહે, વિરપોર તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મરનાર તેમના પિતા ગુલાબસીંગભાઈ ડુલીયાભાઈ વસાવા (ઉ.વ.૬૬)( રહે, નાના વિરપોર તા.નાંદોદ જી.નર્મદા )નાઓ પોતાની ટી.વી.એસ કંપનીની વેગો સ્કુટર નં.GJ.22.E.3255ની લઈ રાજપીપલા તરફ જતા હતા તે વખતે વિરપોર ગામના બસ સ્ટેશન પાસે અંકલેશ્વર તરફના હાઈવે રોડ બાજુથી ફોર વ્હીલ ગાડી નં.GJ.22.P. 4008ના ચાલક જીગર પંકજભાઈ મિસ્ત્રી (રહે. રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા )નાઓએ પોતાના કબજાની ફોર વ્હીલ ગાડી પુર ઝડપે હંકારી લાવી મરનારની ટી.વી.એસ કંપનીની વેગો સ્કુટરને પાછળથી ટક્કર મારી એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
