News of Saturday, 15th August 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી : એકતા નગર ખાતે અદ્યતન 'કેન્દ્રીય વિદ્યાલય' શરૂ કરવામાં આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું સર્ટિફિકેટ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું

નર્મદા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પરિસરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ અવસરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) ના ચેરમેન મુકેશ પુરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન સમારોહ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું સર્ટિફિકેટ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે આ વર્ષે પણ નવા આકર્ષક પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકવામાં આવશે, તેમજ અહીં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકોના ઉત્તમ શિક્ષણ માટે આગામી સમયમાં એકતા નગર ખાતે અદ્યતન 'કેન્દ્રીય વિદ્યાલય' શરૂ કરવામાં આવશે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
