News of Wednesday, 1st July 2026
અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પશુ ચોરતી ગેંગના 8 શખ્શો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
સાબરકાંઠા પોલીસે પશુ ચોર બિલાલ બટકો ગેંગના આઠ શખ્શો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી

સાબરકાંઠાના પશુ ચોર બિલાલ બટકો ગેંગના આઠ શખ્શો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસે આઠ પશુ ચોર શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ટોળકી પશુ ચોરી આચરતી હતી. લાખો રૂપિયાની કિંમતના પશુઓની રાત્રી દરમિયાન ચોરી કરી જતી હતી ટોળકી. મોંઘીદાટ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર જેવી કારોમાં પશુઓ ભરીને ચોરી કરી ફરાર થતા હતા. પશુ ચોરીને લઈ આઠ શખ્શો સામે તલોદ પોલીસ મથકે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે .
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
