News of Tuesday, 1st September 2026
મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
ફોર્ચ્યુનર કારના ડેશબોર્ડમાંથી ગેરકાયદે રિવોલ્વર મળી: પોલીસે રિવોલ્વર ઉપરાંત છ જીવતા કારતૂસ અને એક છરો પણ જપ્ત કર્યો

મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ફાયરિંગના કેસમાં પોલીસે ભાવેશ ઝીલીયા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન તેમની ફોર્ચ્યુનર કારના ડેશબોર્ડમાંથી ગેરકાયદે રિવોલ્વર મળી આવી હતી. પોલીસે રિવોલ્વર ઉપરાંત છ જીવતા કારતૂસ અને એક છરો પણ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ રિવોલ્વર ગાંધીધામના એક શખ્સ પાસેથી 40 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી હતી. પોલીસે કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ભાવેશ ઝીલીયા સહિત આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે રિવોલ્વર ક્યાંથી અને કયા હેતુથી લાવવામાં આવી હતી તે અંગે તપાસ કરી રહી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
