<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ડીસામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રોહિત માળીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

રોહિત માળીએ ચેતન સોની પાસેથી 67 તોલા સોનું 1 ટકા વ્યાજે ગિરવે મૂકીને રૂ.43 લાખ લીધા હતા:ચેતન સોનીએ બાદમાં 1 ટકાના બદલે 2.50 ટકા લેખે વ્યાજ વસૂલવાનું શરૂ કર્યાનો આક્ષેપ

બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રોહિત માળીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. રોહિત માળીએ ચેતન સોની પાસેથી 67 તોલા સોનું 1 ટકા વ્યાજે ગિરવે મૂકીને રૂ.43 લાખ લીધા હતા. આક્ષેપ મુજબ, ચેતન સોનીએ બાદમાં 1 ટકાના બદલે 2.50 ટકા લેખે વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. રોહિતે પૈસા ચૂકવી દીધા હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આથી કંટાળીને રોહિતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલાં તેણે વીડિયો બનાવી પત્નીને ચેતન સોનીને ન છોડવાની વિનંતી કરી હતી. હાલ રોહિતને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:04 PM IST)