News of Thursday, 27th August 2026
રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે વિધવા મહિલા પાસેથી રોકડ, દાગીના મળી કુલ રૂપિયા ૫,૧૯,૫૫૦ ની ઠગાઈ
બે શખ્શોએ હરીદ્વારથી આવેલા બ્રાહ્મણ તરીકેની ઓળખાણ આપી મહિલા સાથે ઠગાઈ કરી નાશી છૂટ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા: રાજપીપળામાં ધોળે દિવસે એક મહિલાના દાગીના અને રોકડા રૂપિયાની ઠગાઈ થતા લોકોમાં ભય ફેલાયો છે, બે વ્યક્તિઓએ આ ઠગાઈ કરી હોવાની ફરિયાદ મહિલાએ કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉષાબેન બિપિનચંદ્ર શનુભાઇ રાણાની વિધવા (ઉ.વ ૬૩ )(રહે.ર૯૦ હરસિધ્ધી નગર સોસાયટી એમ.વી રોડ વડીયા (રાજપીપલા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ બે શખ્શોએ ફરિયાદી મહિલાને તેઓ હરીદ્વારથી આવેલા બ્રાહ્મણ તરીકેની ઓળખાણ આપી હિંદી ભાષામાં “તુમ્હારે લડકે કા એક્સીડન્ટ હોને વાલા હે, તુમ્હારે પરીવાર મે આપદા આનેવાલી હે, તેમ જણાવી ધાર્મિક વાતોમાં ઉલઝાવી ફરીયાદી પાસેના રોકડા રૂપિયા ૭૫૦૦/-તથા આશરે અઢી તોલાની સોનાની ચેઈન નંગ-૧ કિ.રૂ.૩,૬૫,૭૫૦/- તથા સોનાની એક વીંટી નંગ-૧ આશરે એક તોલાની કિ.રૂ.૧,૪૬,૩૦૦/- ની હાથમાં મુકાવી એકાવન (૫૧) ડગલા જ્યાં ઉભા હતા ત્યાથી ચાલવા ફરીયાદીને મોકલી આપી ફરીયાદી એકાવન (૫૧) ડગલા ચાલી પરત આવતા પહેલા ત્યાંથી બન્ને આરોપીઓ ઉપરોક્ત સોનાની ચેઈન નંગ-૧, સોનાની વીટી નંગ-૧ તથા રોકડા રૂપિયા-૭૫૦૦/- લઈ ભાગી જઈ ફરીયાદી સાથે કુલ રૂ.૫,૧૯,૫૫૦/-ની ઠગાઈ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
