<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાતે

અનુસૂચિત જનજાતિ પરિવારના બચલીબેન હળપતિના પરિવાર સાથે સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો

સુરત જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બારડોલી તાલુકાના ટીંબરવા ખાતે અનુસૂચિત જનજાતિ સમાજના બચલીબેન રવજીભાઈ હળપતિના પરિવાર સાથે તેમના ઘરે સાંજે સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
  રાજ્યપાલએ ખૂબ જ સહજતા સાથે બચલીબેન અને તેમના પુત્ર છનાભાઈ, પુત્રવધૂ ભારતીબેન અને બે પૌત્ર, એક પૌત્રી સાથે વડીલ સહજ સંવાદ કરી ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. રાજ્યપાલએ પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

(9:23 PM IST)