તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 17th August 2026
મહેસૂલ તલાટી અને તલાટી-કમ-મંત્રીની કામગીરીને લઈને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
મહેસૂલ તલાટીને કુલ 45 પ્રકારની અગત્યની જવાબદારી જ્યારે તલાટી-કમ-મંત્રીને 70 પ્રકારની કામગીરી સોંપાઈ

ગાંધીનગર : ગુજરાતમાં મહેસૂલ તલાટી અને તલાટી-કમ-મંત્રીની કામગીરીને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંનેની જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. મહેસૂલ તલાટીને કુલ 45 પ્રકારની અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે તલાટી-કમ-મંત્રીને 70 પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે. તલાટી-કમ-મંત્રીએ ગ્રામ પંચાયતના હિસાબો સાચવવા, નાણાપંચની કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓનું અમલીકરણ કરવાનું રહેશે.
આ ઉપરાંત જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી તેમજ આવક અને જાતિના દાખલા સહિતની કામગીરી પણ તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવશે. બીજી તરફ, મહેસૂલ તલાટી જમીન અને જમીનના રેકોર્ડ સંબંધિત કામગીરી કરશે. PM-સ્વામિત્વ યોજના સંબંધિત તમામ કામગીરીની જવાબદારી પણ મહેસૂલ તલાટીને સોંપવામાં આવી છે
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
