<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ગાંધીનગરમાં શપથ વિધિ સમારોહ: માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે ધારાસભ્ય તરીકેના શપથ લીધા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રીમંડળના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો સમારોહ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજેતા બનેલા સતીષભાઈ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય હાજરીમાં નવનિર્વાચિત ધારાસભ્યને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

 

આ શપથ વિધિ સમારોહમાં રાજકીય અગ્રણીઓ અને મંત્રીમંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ તેમજ વિવિધ ધારાસભ્યોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

 

શપથ ગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સતીષભાઈ પટેલને પુષ્પગુચ્છ અને અભિનંદન પાઠવીને તેમના આવનારી મુદત અને ક્ષેત્રના વિકાસ કાર્યો માટે સફળ કાર્યકાળની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

(1:40 PM IST)